Ahmedabad Farmers Rain Advisory: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સંભવિત ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને તમામ ખેડૂતોએ તેમના ઊભા પાક, મૂલ્યવાન પશુઓ અને ખેતસાધનોની તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કરવી જરૂરી છે. આ માટે ખેડૂતોએ કેટલીક આગોતરી તૈયારીઓ અને તકેદારીઓ રાખવી જોઈએ. આ આપત્તિજનક પરિસ્થિતિમાં ખેડૂતોએ વર્તમાન પાકમાં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાનું તુરંત જ મુલતવી રાખવું અત્યંત જરૂરી...