અમદાવાદમાં નકલી ચલણના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. વટવા પોલીસ અને LCB ઝોન-8ની સંયુક્ત કાર્યવાહીમાં ₹28.94 લાખની નકલી ભારતીય ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે, જ્યારે તપાસ દરમિયાન દેશના વિવિધ રાજ્યો સુધી ફેલાયેલા નેટવર્કના તાર સામે આવ્યા છે.