
Commonwealth Games Ahmedabad:કોમનવેલ્થ ગેમ્સના નવા હોસ્ટિંગ મોડેલ હેઠળ 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ફક્ત 17 રમતોનો સમાવેશ થશે. આ રમતોનું આયોજન અગાઉની રમતો કરતા લગભગ 60 ટકા ઓછા ખર્ચે કરવામાં આવશે. આ માહિતી સોમવારે સીઈઓ કેટી સેડલિયર દ્વારા આપવામાં આવી હતી. આવતા મહિનાથી શરૂ થનારી 2026 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સને ઓછા ખર્ચે આયોજિત કરવા માટે ઘટાડવામાં આવી છે. તેમાં 10 સામાન્ય રમતો અને છ પેરા રમતોનો સમાવેશ થશે.

કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા થલતેજ વોર્ડના ભાડજ વિસ્તારમાં ₹82.60 કરોડના ખર્ચે અદ્યતન ઈન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે AMC દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.