ગ્રેટર નોઇડાના ગોલ્ડન આઈ મોલની કોમર્શિયલ બિલ્ડિંગમાં ગુરુવારે ભીષણ આગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી. નવમા માળે આવેલી ઓફિસમાંથી શરૂ થયેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. સમયસર કાર્યવાહી થતાં મોટી જાનહાનિ ટળી હોવાનું સામે આવ્યું છે.