
પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અને NEET પેપર લીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટી (CJP) આજે દિલ્હીના જંતર-મંતર ખાતે ફરી એકવાર વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. આ પ્રદર્શન માટે સંગઠનને દિલ્હી પોલીસ તરફથી મંજૂરી મળી હોવાનું જણાવાયું છે. બપોરે 1 વાગ્યે યોજાનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો જોડાય તેવી શક્યતા છે.

જયપુરમાં કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અને સોશિયલ મીડિયા પર ચર્ચિત ચહેરા અભિજીત દીપકે સાથે ગેરવર્તન અને મારપીટની ઘટના સામે આવતા ભારે ચર્ચા જગાવી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભીડ વચ્ચે દીપકેને થપ્પડ મારવામાં આવ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા પેપર લીક અને પરીક્ષાઓમાં થઈ રહેલી ગેરરીતિઓના વિરોધમાં પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. આંદોલનમાં સામાજિક કાર્યકર સોનમ વાંગચુક પણ જોડાવાના છે, જેના કારણે સમગ્ર ઘટનાક્રમ પર દેશભરમાં નજર મંડાઈ છે. આ પ્રદર્શનનો હેતુ પેપર લીક અને પરીક્ષાઓમાં થતી અનિયમિતતાઓનો વિરોધ કરવાનો છે.

Cockroach Janata Party: આ અઠવાડિયે ભારતમાં વાયરલ થયેલા બે શબ્દો - "કોકરોચ જનતા પાર્ટી" અને "મેલોડી", હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યા છે. ગૂગલ ટ્રેન્ડ્સના ડેટા અનુસાર, બંને શબ્દો વિદેશમાં મોટાપાયે સર્ચ કરવામાં આવ્યા હતા.