ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનો અને તેમના પરિવારજનોના હિતમાં કેન્દ્ર સરકારે બે મોટા નીતિગત સુધારાઓ જાહેર કર્યા છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે મહિલાઓને સમાન કારકિર્દીની તક અને ફરજ દરમિયાન દરિયામાં ગુમ થયેલા જવાનોના પરિવારને ઝડપથી આર્થિક સહાય મળે તે માટેની નવી નીતિઓનું અનાવરણ કર્યું.