અમેરિકન ડોલરની વૈશ્વિક રિઝર્વ કરન્સી તરીકેની સ્થિતિ હવે પડકાર સામે આવી રહી છે. ચીન પોતાના યુઆનને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવાના પ્રયાસો તેજ કરી રહ્યું છે, જેને લઈને અમેરિકામાં ચિંતા વધી છે. અમેરિકાના બંને પક્ષોના કેટલાક સેનેટરોએ ડોલરના વૈશ્વિક દબદબાને જાળવી રાખવા માટે ફરી એકવાર પ્રસ્તાવ રજૂ કર્યો છે.