અમદાવાદ–વડોદરા NH-48 પર ભયાનક અકસ્માત: 30,000 લીટર MMA કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું
અમદાવાદ–વડોદરા નેશનલ હાઈવે-48 પર આજે સવારે એક ભયાનક અકસ્માતે ચિંતાનો માહોલ સર્જી દીધો હતો. દાવડા બ્રિજ પાસે 30,000 લીટર MMA કેમિકલ ભરેલું ટેન્કર અચાનક પલટી જતા હાઈવે પર અફરાતફરી ફેલાઈ ગઈ હતી. અતિ જ્વલનશીલ કેમિકલ લીક થવાના કારણે મોટી દુર્ઘટનાનો ભય ઉભો થયો હતો, જેના કારણે તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.
Rahul Desai