અમદાવાદમાં સીજી રોડ ખાતે પેલિકન સિગ્નલ ટ્રાયલ શરુ શરુ કરવામાં આવ્યુ છે. જેમાં કોઈ રાહદારીને રસ્તો પાર કરવો હોય તો સિગ્નલના પોળ પર આવેલા બટનને દબાવશે તો સિગ્નલ થોડા સમય માટે લાલ થઈ જશે જેથી કરીને વાહન થોડા સમય માટે રોકાઈ જશે. અને રાહદારી આરામથી રસ્તો પાર કરી શકશે. આ ટ્રાયલ અમદાવાદમાં સુજી રોડ ખાતે શરુ કરવામાં આવ્યો છે. જો સફળ થશે. તો આ સિસ્ટમ સમગ્ર અમદાવાદમાં શરુ કરવામાં આવશે.