સ્ટાર્મરે લેબર પાર્ટીના નેતા પદેથી પણ હટી જવાની જાહેરાત કરી છે. તેમણે સ્વીકાર્યું કે પાર્ટીના ઘણા સભ્યો હવે આગામી સામાન્ય ચૂંટણીમાં તેમને યોગ્ય નેતા તરીકે નથી જોતા. સ્ટાર્મરે જણાવ્યું હતું કે તેમણે હંમેશા દેશના હિતને પ્રથમ સ્થાન આપીને નિર્ણયો લીધા છે અને પાર્ટીના નિર્ણયને તેઓ સ્વીકારી રહ્યા છે.