
Kheda: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ચિતલાઓ ગામથી સરદારપુરા ગામને જોડતો બ્રિજ અચાનક ધરાશાયી થતાં બે ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. આજે સવારે આશરે 10 વાગ્યાના અરસામાં આ ઘટના બનતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. સદનસીબે બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આણંદ જિલ્લાના અડાસ ગામ નજીક નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો ભારે-ભરખમ ગર્ડર અચાનક તૂટી પડતાં બ્રિજનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. સદનશીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. રેલવેની ગતિ શક્તિ યુનિટ દ્વારા બનાવવામાં આવી રહેલા આ બ્રિજના ધરાશાયી થવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.