CWG 2026 India Boxing Gold: કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2026માં ભારતીય મહિલા બોક્સરોએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. માત્ર 30 મિનિટના અંતરે પ્રીતિ પવાર અને જાસ્મિન લાંબોરિયાએ બે ગોલ્ડ મેડલ જીતીને ભારતને ઐતિહાસિક સફળતા અપાવી છે. સૌપ્રથમ 54 કિલો વજન વર્ગમાં પ્રીતિ પવારે કેનેડાની સ્કાર્લેટ સવાના ડેલગાડોને એકતરફી મુકાબલામાં 5-0થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. પ્રીતિએ ત્રણેય રાઉન્ડમાં...