Bopal Waterlogging Ahmedabad: અમદાવાદમાં ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. બોપલ આરોહી ક્લબ રોડ પર આવેલી જલદીપ સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે અનેક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કંટ્રોલ રૂમમાં સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ જાહેર કરાયેલ કંટ્રોલ રૂમ નંબર...