અમદાવાદમાં દિવસે દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થતો જાય છે. તેવામાં આજે સવારે અમદાવાદમાં આવેલા નોબલ નગર બ્રિજ પર આજે ગંભીર અકસ્માત સામે આવ્યો છે. જેમાં એક જ મહિનામાં ત્રણ અકસ્માત થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં બાઈક ચાલક બ્રિજની પાડી સાથે અથડાતા તેને ગંભીર રીતે ઘાયલ થયો છે. આ બનાવ બનતા આસપાસના લોકો તાત્કાલિક બાઈક ચાલકની મદદ દોડી આવ્યા હતા.