
Independence Day 2026 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્વતંત્રતા, એકતા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને ઉજાગર કરતી આ ઉજવણીમાં ધ્વજવંદન સમારોહ સહિત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આગામી 11 ઓગસ્ટે યોજાનારી આ યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે. તિરંગા યાત્રાના આયોજનને આખરી ઓપ આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ મુખ્ય કચેરી ખાતે મેયર હિતેશભાઈ બારોટની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2 હેઠળ ચાલી રહેલી વિવિધ વિકાસ કામગીરીની મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી હતી. 7 ઓગસ્ટ, 2026ના રોજ કરવામાં આવેલી આ મુલાકાત દરમિયાન કમિશનરે સંબંધિત અધિકારીઓ પાસેથી ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની વિગતવાર માહિતી મેળવી હતી.