કેબિનેટના મહત્વના નિર્ણયો: નમો સ્વચ્છતા અભિયાન, નેચર ફાર્મિંગને પ્રોત્સાહન અને MSP પર મગની ખરીદીની જાહેરાત
ગાંધીનગર: ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં સ્વચ્છતા, કૃષિ, શિક્ષણ, રોજગારી અને જળ સંચયને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટમાં થયેલી ચર્ચા અને નિર્ણયો અંગે માહિતી આપી હતી. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજથી ‘નમો સ્વચ્છતા અભિયાન’ની શરૂઆત કરી છે. આ અભિયાનને જનઆંદોલન બનાવવા માટે દર મહિનાના પ્રથમ રવિવારે ભાજપના તમામ...
Rupin Bakraniya