વડોદરામાં દાંડિયા વિસ્તારમાં 150 મીટર લાંબો ફૂટપાથ ખોદીને રાતો રાત ચોરો બીએસએનએલ વાયર ચોરીને ફરાર થઈ ગયા છે. આ વાતની જાણ લોકોને થઈ ત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. અને ચોરની ઓળખ કરવા માટે સીસીટીવી કેમેરાનો સહારો લેવામાં આવ્યો ત્યારે મનપાના કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે ખાનગી દુકાનોના કેમેરાનો સહારો લઈને ચોરને પકડવા મદદ લીધી હતી.