સુરતમાં ભાજપના યુવા નેતા જય દલાલની જાહેરમાં કરાયેલી હત્યાએ શહેરમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. મોડી રાત્રે તીક્ષ્ણ હથિયારો વડે થયેલા હુમલામાં યુવા મોરચાના પદાધિકારીનું મોત થતાં રાજકીય વર્તુળો સાથે સામાન્ય લોકોમાં પણ ભય અને રોષનો માહોલ ફેલાયો છે.