નર્મદા જિલ્લાના રાજપીપળાની દીકરી ફલક વસાવાએ આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. હોંગકોંગ ખાતે તા. 23 અને 24 મે, 2026 દરમિયાન યોજાયેલી ટ્રેમ્પોલીન જીમ્નાસ્ટિક્સ એશિયન ચેમ્પિયનશિપમાં ફલકે જુનિયર એજ ગ્રુપની ઇન્ડિવિઝ્યુઅલ વુમન્સ કેટેગરીમાં ભાગ લઈને સમગ્ર એશિયામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે.