સુરતના સરથાણા વિસ્તારમાં દારૂના નશામાં ધૂત એક કારચાલકે EV કારથી આતંક મચાવતા અનેક વાહનોને ટક્કર મારી હતી. અકસ્માતમાં બે સગા ભાઈઓ અને બે મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વ્યવસાયે આર્કિટેક્ટ છે અને ઘટના સમયે કારમાં બિયર પીતો પીતો આવી રહ્યો હતો. પોલીસે દારૂ પીને બેફામ વાહન ચલાવવા અને અકસ્માત સર્જવાના ગુનામાં આરોપીની ધરપકડ કરી છે.