ગાંધીનગરમાં મહેસૂલ વિભાગના ગૌરવશાળી સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 2,300થી વધુ નવનિયુક્ત મહેસૂલ તલાટીઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે મહેસૂલ વિભાગની નવી ડિજિટલ સેવાઓનું લોન્ચિંગ અને નવી કચેરીઓનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું.