અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે IPS અધિકારી અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા (DGP) તરીકે જી.એસ. મલિકની નિમણૂક થયા બાદ અમદાવાદ પોલીસ કમિશનરનું પદ ખાલી પડ્યું હતું. હવે રાજ્ય સરકારે શહેરની કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અનુભવી અધિકારી અનુપમસિંહ ગેહલોતને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. અમદાવાદ રાજ્યનું સૌથી મોટું મહાનગર હોવાને...