ભારતીય જનતા પાર્ટીએ તમિલનાડુના ભૂતપૂર્વ રાજ્ય પ્રમુખ કે. અન્નામલાઈનું રાજીનામું સ્વીકારી લીધું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને અન્નામલાઈના રાજીનામાને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. ભાજપ દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદી અનુસાર, અન્નામલાઈએ પક્ષના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે.