અમેરિકાના આયોવા રાજ્યમાં થયેલા ભયાનક ગોળીબારની ઘટનામાં શંકાસ્પદ હુમલાખોર સહિત 7 લોકોના મોત થયા છે. પ્રાથમિક તપાસમાં ઘરેલુ વિવાદને કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ઘટનાએ સમગ્ર અમેરિકાને હચમચાવી દીધું છે.