અમેરિકાની 250મી વર્ષગાંઠે ખાસ પાસપોર્ટ લોન્ચ
અમેરિકાની સ્વતંત્રતાના 250 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમેરિકાએ એક ખાસ સ્મારક પાસપોર્ટ લોન્ચ કર્યો છે. આ નવા પાસપોર્ટમાં દેશના ગૌરવશાળી ઇતિહાસ, વારસા અને રાષ્ટ્રીય મૂલ્યોને અનોખી ડિઝાઇન દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોએ તેને માત્ર પ્રવાસ દસ્તાવેજ નહીં, પરંતુ અમેરિકાની ઓળખ અને ગૌરવનું પ્રતિક ગણાવતાં આગામી સમયમાં પાસપોર્ટ અરજી પ્રક્રિયાને પણ મોટા પાયે ડિજિટલ બનાવવાની જાહેરાત કરી છે.
Rahul Desai