આરોપીએ “[email protected] ” આઈડી પરથી એરપોર્ટ ઓથોરિટીને ધમકીભર્યો ઈ-મેલ મોકલ્યો હતો. 25 માર્ચ 2026ના રોજ મોકલાયેલા આ મેઈલમાં ગુજસેલ એરપોર્ટને EID મારફતે ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. સાથે જ અગાઉ સાયબર ક્રાઈમ દ્વારા ઝડપાયેલા સૌરભ વિશ્વાસને મુક્ત કરવાની માંગણી પણ કરવામાં આવી હતી.