અમદાવાદ કસ્ટમ્સ ઈ ઓકશનથી લાખો રૂપિયાની કમાણી કરવામાં આવી હતી. જેમાં લોકોએ ભારે ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ ઓકશનમાં 87 આઈફોન અને 27 વિદેશી પ્રીમિયમ ઘડિયાળોની સમાવેશ કરવામાં આવ્યો હતો. જે બોલી 1 થી 5 વાગ્યુ સુધી ચાલવાની હતી. પરંતુ લોકોની ઉત્સાહ જોઈને મોડી રાત્ર સુધી બોલી ચાલુ રહી હતી. જેમાં પ્રથમ લોટમાં 5 લાખ કરતા વધારે બોલી લાગી હતી. હવે જે 2019 થી 2023માં કસ્ટમ્સ દ્વાર મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. તેનું ઓકશનની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.