Vadodara Airport Air Cargo Service: વડોદરાના ઉદ્યોગકારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી પ્રતીક્ષિત વડોદરા એરપોર્ટ પરથી એર કાર્ગો સેવાનો વિધિવત પુનઃપ્રારંભ કરવામાં આવ્યો છે. આ સુવિધા શરૂ થતાં હવે સ્થાનિક ઉદ્યોગોને પોતાના કાર્ગો કન્ટેનર અન્ય શહેરોમાં લઈ જવાની જરૂર નહીં રહે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં નોંધપાત્ર બચત થશે. વડોદરા એરપોર્ટ ખાતે આઉટબાઉન્ડ એર કાર્ગો કામગીરીના...