અમદાવાદ: રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનતા મેઘરાજાએ અનેક જિલ્લાઓમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. લાંબા સમયથી અનુભવાતી કાળઝાળ ગરમી અને ઉકળાટ વચ્ચે પડેલા વરસાદે લોકોને રાહતનો અનુભવ કરાવ્યો છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા અને આસપાસના વિસ્તારોમાં સાંજના સમયે ભારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના કારણે માર્ગો પર પાણી વહેતા જોવા મળ્યા હતા, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો હતો....