અમદાવાદના મહેમુદપુરા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં SITએ તપાસ વધુ ગહન બનાવવા માટે બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના પોલીસ રિમાન્ડની માંગ કરી છે. પોલીસે આર્થિક વ્યવહારો, વિસ્ફોટક સામગ્રીની ખરીદી-વેચાણ અને અન્ય સંડોવાયેલા લોકો અંગે તપાસ માટે રિમાન્ડ જરૂરી હોવાનું કોર્ટમાં જણાવ્યું.