અમદાવાદમાં સ્વચ્છતા અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા AMC દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. સેન્ટ્રલ ઝોનથી શેરી નાટકોના માધ્યમથી શરૂ થયેલું આ અભિયાન આગામી એક મહિના સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલશે. નાટકો દ્વારા લોકોને કચરાનું સ્ત્રોત પર જ વિભાજન કરી ચાર અલગ રંગના ડસ્ટબિનમાં કચરો નાખવા અંગે સમજ આપવામાં આવશે.