આષાઢી બીજના પાવન અવસરે ગાંધીનગરના અડાલજ સ્થિત શ્રી જગન્નાથ મંદિરમાંથી નીકળેલી પાંચમી ભવ્ય રથયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલીઝંડી આપી હતી. મહાપ્રભુના દર્શન કર્યા બાદ તેમણે 'પહિન્દ વિધિ' અને આરતીમાં ભાગ લઈ રાજ્યના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.