અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સાત વર્ષથી ફરાર એવા ગુનેગારને ઝડપી પાડ્યો છે, જે એક સમયે કુખ્યાત અબ્દુલ લતીફ ગેંગનો સૌથી વિશ્વાસુ શૂટર ગણાતો હતો. રાધિકા જિમખાના હત્યાકાંડ અને પૂર્વ સાંસદ રઉફ વલીઉલ્લાહ હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો મોહમ્મદ તસ્લીમ પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો.