અમદાવાદમાં ભિક્ષાવૃત્તિ વિરોધી મેગા ડ્રાઇવ: 44 બાળકોનું રેસ્ક્યૂ
અમદાવાદને ભિક્ષુકમુક્ત શહેર બનાવવાના પ્રયાસોને વધુ વેગ આપતા AMC, પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) અને સામાજિક સુરક્ષા વિભાગે સંયુક્ત રીતે વિશેષ ભિક્ષાવૃત્તિ વિરોધી અભિયાન ચલાવ્યું હતું. શહેરના 41થી વધુ હોટસ્પોટ વિસ્તારોમાં હાથ ધરાયેલા આ મેગા ડ્રાઇવ દરમિયાન 44 બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું, જ્યારે 20 પુખ્ત ભિખારીઓને કોર્ટના આદેશ બાદ આશ્રય ગૃહોમાં ખસેડવામાં આવ્યા હતા.
Rahul Desai