રાજકોટના 150 ફૂટ રીંગ રોડ વિસ્તારમાં આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક 40 વર્ષીય મહિલાની હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ મહિલાના પતિ દ્વારા હથોડી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. પોલીસએ તપાસ હાથ ધરી છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે.