
BAPS Swaminarayan Temple Ahmedabad Independence Day 2026: દેશભરમાં 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહ અને રાષ્ટ્રગૌરવ સાથે કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં પણ સ્વતંત્રતા પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. પ.પૂ. મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ઉજવણી 15 ઓગસ્ટના આ...

Aravalli: સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે અરવલ્લીના મેઘરજ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સંગઠન પ્રમુખ ભિખાજીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, NCC-NSS કેડેટ્સ, પોલીસ જવાનો અને નાગરિકો જોડાયા હતા.

Rajkot: રાજકોટમાં તિરંગા યાત્રા યોજાઈ, પ્રદેશ કક્ષાના નેતાઓની ગેરહાજરી ચર્ચાનો વિષયસ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે 13 ઓગસ્ટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બહુમાળી ભવન ખાતેથી શરૂ થયેલી આ યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ જયુબેલી ચોક ખાતે આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી. યાત્રામાં મોટી સંખ્યામાં રાજકોટના શહેરીજનો જોડાયા હતા અને દેશભક્તિના માહોલ વચ્ચે તિરંગા સાથે રાષ્ટ્રભાવનાની ઉજવણી કરવામાં આવી હતી.

Gandhinagar: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં 9થી 17 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાન યોજાઈ રહ્યું છે. આ અભિયાનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. 13 ઓગસ્ટ, ગુરુવારે સવારે મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગર ખાતે પોતાના નિવાસસ્થાનની અગાસી પર તિરંગો લહેરાવીને રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં સહભાગીતા નોંધાવી હતી.

દેશભરમાં આજથી ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2022માં શરૂ થયેલું આ અભિયાન હવે દેશભક્તિ અને જનભાગીદારીનું વિશાળ જનઆંદોલન બની ગયું છે. આ વર્ષે 9 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન યોજાશે.