વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (IIT) દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સવારે 11 વાગ્યે શરૂ થનારા સમારોહમાં તેઓ ડિગ્રી મેળવનારા 3,000થી વધુ વિદ્યાર્થીઓને સંબોધશે. આ દરમિયાન IIT દિલ્હીના સોનીપત કેમ્પસમાં સ્થાપિત AI આધારિત હાઈ-પરફોર્મન્સ સુપરકમ્પ્યુટિંગ સેન્ટર ‘પરમ પ્રજ્ઞા’નું પણ ઉદ્ઘાટન કરશે.