
Rajkot: રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળના ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 11 ઓગસ્ટની રાત્રે બનેલી ગંભીર ઘટનામાં સારવાર લઈ રહેલા 40 વર્ષીય શ્રમિકનું મોત નીપજતાં ચકચાર મચી છે. શરૂઆતમાં મારામારી અને ગંભીર ઇજાના બનાવ તરીકે નોંધાયેલી ફરિયાદમાં ઇજાગ્રસ્તનું મોત થતાં પોલીસે હવે હત્યાની કલમનો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો છે. સમગ્ર મામલે પોલીસે મૃતકના સાઢુ અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ: રાજકોટ ગ્રામ્યના શાપર-વેરાવળ વિસ્તારમાંથી સોશિયલ મીડિયા પર શરૂ થયેલી મિત્રતા હત્યા સુધી પહોંચ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર યુવતી તરીકે ઓળખાણ આપી એક યુવાન સાથે સંબંધ બાંધવામાં આવ્યો હતો, પરંતુ સામેની વ્યક્તિ કિન્નર હોવાનું બહાર આવતાં વર્ષોથી ચાલતો વિવાદ અંતે હત્યામાં પરિણમ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. ગત 25 જૂનના...