
Surat જિલ્લાના કામરેજ સુગરમિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગતરોજ યોજાયેલા જંગી મતદાન બાદ આજે કામરેજના ઉમમંગલ હોલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીની પ્રક્રિયા શરૂ.

Bardoli Sugar Election: સુરત જિલ્લાના બારડોલી સુગરની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થવાનું છે. બારડોલી અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રમાં ભારે રસ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની ખાલી પડેલી બેઠક માટે પેટાચૂંટણીની તૈયારીઓ તેજ બની છે. બેઠક ખાલી થયા બાદ ચૂંટણી તંત્ર દ્વારા વોર્ડ નંબર 3માં પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને સાથે જ આચારસંહિતા પણ અમલમાં મૂકવામાં આવી છે.