
Bhavnagar Liquor Case: ભાવનગરમાં સામે આવેલા દારૂકાંડને લઈને પોલીસ વિભાગમાં કાર્યવાહીનો દોર યથાવત્ છે.

ભાવનગર શહેરમાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવી રહેલા પરપ્રાંતના વિદેશી દારૂના જથ્થા સામે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ઘોઘા રો-રો ફેરી સર્વિસ મારફતે ભાવનગર તરફ આવી રહેલી મહિન્દ્રા XUV 500 કારને ઝડપી પાડી તેમાંથી વિવિધ બ્રાન્ડની 864 સીલપેક બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે.