
India-New Zealand FTA: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો મુક્ત વેપાર કરાર (FTA) 20 ઑક્ટોબરથી અમલમાં આવશે. કેન્દ્રીય વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે સોમવારે આ અંગે માહિતી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ન્યૂઝીલેન્ડ મુલાકાત બાદ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત થઈ હોવાનું ન્યૂઝીલેન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ (NZIIA) દ્વારા પ્રકાશિત એક લેખમાં જણાવાયું છે. લગભગ બે દાયકાના લાંબા સમય બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની ન્યૂઝીલેન્ડની આ પ્રથમ મુલાકાત હતી.