મુંબઈ: મોહરમના જુલૂસ દરમિયાન મોટી દુર્ઘટના સર્જવાની સંભાવના વચ્ચે મુંબઈ પોલીસે એક ગંભીર સાજિશને સમયસર નિષ્ફળ બનાવી છે. ભાયખલા અને જેજે વિસ્તારથી પસાર થતા મોહરમના જુલૂસ દરમિયાન લોકોમાં ‘દર્દમાંથી રાહત’ના નામે કેપ્સ્યુલ વહેંચી રહેલા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે કેપ્સ્યુલમાં ઝેરી રસાયણ મિશ્રિત કરવામાં આવ્યું હતું. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, પેટ્રોલિંગ દરમિયાન એક વ્યક્તિ શંકાસ્પદ...