Jal Jeevan Mission 2.0: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે હરિયાણા રાજ્યના સાંસદો સાથે જલ જીવન મિશન 2.0ના અસરકારક અને સમયબદ્ધ અમલીકરણ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. નવી દિલ્હીના હરિયાણા ભવન ખાતે યોજાયેલી આ બેઠકમાં ગ્રામીણ પરિવારો સુધી ગુણવત્તાયુક્ત નળથી પાણીની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જલ જીવન મિશન 2.0ના અમલીકરણ અંગે ચર્ચા બેઠક દરમિયાન મિશનના...