
Surat: દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમાં ફરી વધારો નોંધાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે તાપી નદીમાં પાણીની આવક વધી છે.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ ગામે આવેલી ઉકાઈ-કાકરાપાર બહુહેતુક યોજના સમગ્ર દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન છે. તાપી નદી પર નિર્મિત આ યોજના રાજ્યની સૌથી જૂની અને મહત્વપૂર્ણ બહુહેતુક યોજનાઓમાંની એક છે. ગુજરાત રાજ્યની સ્થાપના પહેલાં વર્ષ 1949થી તેના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો.