
અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી 3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27 સ્પર્ધામાં બીજા દિવસે ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. તા. 19થી 24 નવેમ્બર દરમિયાન યોજાઈ રહેલી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દેશભરની પોલીસ ટીમો અને કેન્દ્રીય સુરક્ષા દળોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. 20 નવેમ્બરના રોજ બેડમિન્ટન અને ટેબલ ટેનિસની વિવિધ કેટેગરીમાં રોમાંચક મુકાબલા યોજાયા હતા.

All India Police Badminton Cluster 2026: અમદાવાદમાં દેશભરના પોલીસ દળો વચ્ચે રમતગમત અને ખેલદિલીની ભાવના વધારવા માટે તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર-2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.