ફોટો ગેલેરી

All India Police Badminton Cluster: 3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27ના બીજા દિવસે ખેલાડીઓનો વિજયી દેખાવ, આજે કુલ 310 મેચોનું આયોજન

અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી 3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27 સ્પર્ધામાં બીજા દિવસે ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. તા. 19થી 24 નવેમ્બર દરમિયાન યોજાઈ રહેલી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દેશભરની પોલીસ ટીમો અને કેન્દ્રીય સુરક્ષા દળોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. 20 નવેમ્બરના રોજ બેડમિન્ટન અને ટેબલ ટેનિસની વિવિધ કેટેગરીમાં રોમાંચક મુકાબલા યોજાયા હતા.
Nisha Parmar
Nisha Parmar
1 / 6
Gallery Image 1

અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી 3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27 સ્પર્ધામાં બીજા દિવસે ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. તા. 19થી 24 નવેમ્બર દરમિયાન યોજાઈ રહેલી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દેશભરની પોલીસ ટીમો અને કેન્દ્રીય સુરક્ષા દળોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે

2 / 6
Gallery Image 2

NGO મેન્સ ડબલ્સ ઓપન કેટેગરીમાં મધ્ય પ્રદેશના અભિષેક પૃથ્વીરાજ ચવાણ અને પુરિઘલ્લા શ્રી ચરણ દાસની જોડીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ જોડીએ રિષભ સિંહ અને શેખ ઝાકિરની જોડીને 15-7 અને 15-2ના સ્કોરથી હરાવી વિજય મેળવ્યો હતો.

3 / 6
Gallery Image 3

NGO 40+ વુમન્સ ડબલ્સ કેટેગરીમાં તેલંગાણાની અકુલા સ્વપ્ના અને કરંગુલા પદ્મેનીની જોડીએ મિઝોરમની સી. લાલરેમરુઆતી અને લાલબિયાકનીની જોડીને 3-0થી હરાવી જીત નોંધાવી હતી.

4 / 6
Gallery Image 4

GO-NGO મેન્સ ટીમ સ્પર્ધામાં પંજાબની ટીમે તમિલનાડુને 3-1થી હરાવ્યું હતું. જ્યારે NGO 18+ ઓપન મેન્સ ડબલ્સ કેટેગરીમાં ઉત્તર પ્રદેશના અર્શદ ખાન અને અરવિંદ ચૌધરીની જોડીએ આંધ્ર પ્રદેશના ડી. વાસુ અને એસ. વી. રમનની જોડીને 3-0થી હરાવી વિજય મેળવ્યો હતો.

5 / 6
Gallery Image 5

NGO 50+ મેન્સ ડબલ્સ કેટેગરીમાં છત્તીસગઢના સદાન મોહન ગર્ગ અને ઉમેશ ચૌધરી, IPSની જોડીને વોકઓવર મળતાં વિજેતા જાહેર કરવામાં આવી હતી. સ્પર્ધાના બીજા દિવસે વિવિધ વયજૂથ અને કેટેગરીમાં ખેલાડીઓ વચ્ચે રસાકસી જોવા મળી હતી.

6 / 6
Gallery Image 6

21 નવેમ્બરના રોજ ટુર્નામેન્ટના ત્રીજા દિવસે બેડમિન્ટનની 72 અને ટેબલ ટેનિસની 238 સહિત કુલ 310 મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. બેડમિન્ટનમાં મેન્સ અને વુમન્સ સિંગલ્સ તથા ડબલ્સની વિવિધ વયજૂથની સ્પર્ધાઓ યોજાઈ રહી છે. ટેબલ ટેનિસમાં મેન્સ સિંગલ્સ, વુમન્સ સિંગલ્સ, મેન્સ ડબલ્સ, વુમન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સની કેટેગરીનો સમાવેશ થાય છે.

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Nisha Parmar is a dedicated Journalist at Growth Now News, specializing in digital news writing and multimedia content creation. She manages daily news stories and visual media across the platform, focusing on clear, accurate, and timely reporting for readers every day.