એલન મસ્કને ઝટકો, ભારતે સુરક્ષા કારણોસર સ્ટારલિંકની મંજૂરી રોકી



એલન મસ્કને ઝટકો, ભારતે સુરક્ષા કારણોસર સ્ટારલિંકની મંજૂરી રોકી



Starlink Elon Musk: ભારતે અમેરિકાના મોટા ઉદ્યોગપતિ એલન મસ્કને ઝટકો આપ્યો છે. તેમની કંપની સ્ટારલિન્કને દેશનમાં ઉપગ્રહ આધારિત ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની મંજૂરી પર રોક લગાવી ચે. સૂત્રોએ જણાવ્યું છે કે, ઇરાન યુદ્ધમાં કંપનીના ઉપગ્રહ આધારિત ટર્મિનલોનો ઉપયોગ કરવાની ચિંતાને કારણે આ નિર્ણય લીધો છે.
મીડિયા કંપની બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓએ સ્ટારલિંકને અંતિમ ઓપરેશનલ મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. ચિંતા એ હકીકતથી ઉદ્ભવી છે કે, સ્ટારલિંક ટર્મિનલ્સનો ઉપયોગ ઈરાન અને યુએસ અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ દરમિયાન કરવામાં આવ્યો હતો.
ઈરાનમાં ઇન્ટરનેટ પ્રતિબંધ હોવા છતાં સ્ટારલિંક ટર્મિનલ્સ કાર્યરત રહ્યા હતા. જો કે, કંપની પાસે ઈરાનમાં કામ કરવા માટે લાઇસન્સ નહોતું. એવી આશંકા છે કે, યુએસ માલિકી હોવાથી ભૌગોલિક રાજકીય તણાવ દરમિયાન સ્ટારલિંકને નિયંત્રિત કરવામાં પડકારો ઉભા થઈ શકે છે. જો કોઈપણ અશાંતિ દરમિયાન ઇન્ટરનેટ પ્રતિબંધ લાદવામાં આવે અને પ્રતિબંધ કામ કરવામાં નિષ્ફળ જાય, તો તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તરફ દોરી શકે છે.
આ પગલું સ્પષ્ટપણે દર્શાવે છે કે, સ્ટારલિંકનું વૈશ્વિક વિસ્તરણ એકસમાન રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે, સ્ટારલિંક ચીનમાં ઘૂસી શકશે નહીં અને હવે વિશ્વનો સૌથી વધુ વસતિ ધરાવતો દેશ ભારત પણ તેની પહોંચની બહાર છે.




