SRH vs LSG: લખનૌ સુપર જાયન્ટ્સે હૈદરાબાદને પાંચ વિકેટે હરાવ્યું, પંતે અણનમ રહી અડધી સદી ફટકારી



ફાઇલ તસવીર
SRH vs LSG: લખનૌ સુપર જાયન્ટ્સે હૈદરાબાદને પાંચ વિકેટે હરાવ્યું, પંતે અણનમ રહી અડધી સદી ફટકારી



ફાઇલ તસવીર
SRH vs LSG: કેપ્ટન ઋષભ પંતની અણનમ અડધી સદીના કારણે લખનૌ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં નવ વિકેટે 156 રન બનાવ્યા હતા. તેની સામે લખનૌએ પંતના અણનમ 68 રનની મદદથી 19.5 ઓવરમાં પાંચ વિકેટે 160 રન બનાવ્યા છે. આમ લખનૌએ સિઝનની પહેલી મેચ જીતી લીધી છે. જ્યારે સનરાઇઝર્સનો ત્રણ મેચમાં આ બીજો પરાજય છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે નીતિશ રેડ્ડી અને હેનરિક ક્લાસેનની અડધી સદીની મદદથી લખનૌ સુપર જાયન્ટ્સ માટે 157 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લખનૌએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનૌએ સારી શરૂઆત કરી અને હૈદરાબાદની ઇનિંગ્સને ખોરવી નાખી હતી, પરંતુ ક્લાસેન અને નીતિશ રેડ્ડીએ પાંચમી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી, જેના કારણે ટીમે 20 ઓવરમાં નવ વિકેટે 156 રન ફટકાર્યા હતા.
સનરાઇઝર્સ માટે ક્લાસેને 41 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 62 રન બનાવ્યા હતા. જ્યારે નીતિશે 33 બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે 56 રન બનાવ્યા હતા. આ બે સિવાય સનરાઇઝર્સ માટે અન્ય કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમી શક્યો નહીં. લખનૌ માટે મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ અને અવેશ ખાને બે-બે વિકેટ લીધી હતી, જ્યારે દિગ્વેશ રાઠી અને મણિરામન સિદ્ધાર્થે એક-એક વિકેટ લીધી હતી.




