રામ મંદિર ટ્રસ્ટે ચંપત રાય-અનિલ મિત્રાનું રાજીનામું સ્વીકાર્યું, કાર્યકારી મહાસચિવ તરીકે કૃષ્ણ મોહનની નિયુક્તિ



રામ મંદિર ટ્રસ્ટે ચંપત રાય-અનિલ મિત્રાનું રાજીનામું સ્વીકાર્યું, કાર્યકારી મહાસચિવ તરીકે કૃષ્ણ મોહનની નિયુક્તિ



Ram Mandir Trust PC: રામ મંદિરના દાનની ચોરી બાદ થયેલા હોબાળામાં સામેલ ચંપત રાય અને અનિલ મિત્રાના રાજીનામાની પુષ્ટિ થઈ ગઈ છે. 6 જુલાઈના રોજ અયોધ્યામાં યોજાયેલી ટ્રસ્ટની બેઠકમાં બજરંગ બાંગરાને ટ્રસ્ટના મહાસચિવ અને કૃષ્ણ મોહનને વચગાળાના સચિવ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ માહિતી રામ મંદિર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવે એક પત્રકાર પરિષદ દરમિયાન આપી હતી.
ઉલ્લેખનીય છે કે, આ કૃષ્ણ મોહન એ જ વ્યક્તિ છે જેણે રામ મંદિરમાં દાનની ચોરી અંગે FIR નોંધાવી હતી. તેમની FIRના આધારે, પોલીસ હાલમાં સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. તેમની FIRના આધારે, અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી ચોરાયેલી દાન વસૂલ કરવામાં આવી રહી છે.
દાનચોરી મામલે કર્યો હતો કેસ
તેમની ફરિયાદને આધારે ઉત્તર પ્રદેશ પોલીસ અને તંત્રએ આ દાણચોરી પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. કૃષ્ણ મોહનની એફઆઈઆરનું પરિણામ છે કે, પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 8 આરોપીની ધરપકડ કરી છે. તેટલું જ નહીં, પકડાયેલા આરોપીઓ પાસેથી દાન ચોરીની રકમ વસૂલવાની પ્રકિયા પણ ચાલુ છે.
ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરીએ સ્પષ્ટ જણાવ્યુ હતુ કે, રામ મંદિરની સુરક્ષા, વ્યવસ્થા અને દાનની પાઈ-પાઈની પારદર્શિતા સાથે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. કૃષ્ણ મોહનને વચગાળાના સચિવ બનાવીને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, ઇમાનદારીથી કામ કરનારા લોકોને આગળ વધારવામાં આવશે જેથી મંદિરની પવિત્રતા અને વ્યવસ્થા પર કોઈ ડાઘ ન લગાવી શકે.




