‘ઘાયલ છું એટલે ઘાતક છું’ રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીએ લગાવેલા તમામ આરોપો ફગાવ્યાં



ફાઇલ તસવીર
‘ઘાયલ છું એટલે ઘાતક છું’ રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીએ લગાવેલા તમામ આરોપો ફગાવ્યાં



ફાઇલ તસવીર
Raghav Chaddha Controversy: પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ તેમના પર લાગેલા આરોપો અંગે સ્પષ્ટતા કરી છે. ફેસબુક પર લાઈવ થઈને ચઢ્ઢાએ કહ્યું કે, ‘મારા વિરુદ્ધ એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભાષા એ જ છે, આરોપો એ જ છે. શરૂઆતમાં મેં વિચાર્યું કે મારે જવાબ ન આપવો જોઈએ, પરંતુ પછી મને સમજાયું કે જો કોઈ સો વાર એકને એક વાત જૂઠી બોલવામાં આવે તો તે સત્ય જેવું લાગવા લાગે છે.’
ત્રણ મુખ્ય આરોપો પર સ્પષ્ટતા આપવામાં આવી
પહેલો આરોપ: આમ આદમી પાર્ટીએ મારા પર ત્રણ ગંભીર આરોપો લગાવ્યા છે. પહેલો આરોપ એ છે કે, જ્યારે વિપક્ષ ગૃહમાંથી બહાર નીકળે છે, ત્યારે રાઘવ ચઢ્ઢા બેઠા રહે છે. આ એક ખુલ્લેઆમ જુઠ્ઠાણું છે. એક એવો દિવસ બતાવો, જ્યારે વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હોય અને મેં એમને ટેકો ના આપ્યો હોય. સંસદમાં દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા છે; કૃપા કરીને ફૂટેજ કાઢો અને બતાવો. સત્ય બહાર આવશે. ’
બીજો આરોપ: રાઘવે કહ્યું કે, તેમના પર લગાવવામાં આવેલો બીજો આરોપ એ હતો કે, તેમણે મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની અરજી પર સહી કરી નહોતી. આ પણ એક ખુલ્લેઆમ જુઠ્ઠાણું છે. કોઈ AAP નેતાએ તેમને આ અરજી પર સહી કરવા કહ્યું નથી. વધુમાં રાજ્યસભામાં પાર્ટીના દસ સાંસદો છે, જેમાંથી છ કે સાત સાંસદોએ જાતે અરજી પર સહી કરી નથી. આમાં મારો શું વાંક છે? દરેક બાબત માટે મને શા માટે દોષિત ઠેરવવામાં આવે? આ અરજી માટે રાજ્યસભામાં ફક્ત 50 સહીઓની જરૂર હતી, એટલે કે 105 વિપક્ષી સાંસદોમાંથી 50 સાંસદોએ અરજી પૂર્ણ કરી હોત.
ત્રીજો આરોપ: ચઢ્ઢાએ કહ્યું કે, તેમના પર લગાવવામાં આવેલો ત્રીજો આરોપ એ હતો કે, રાઘવ ચઢ્ઢા ડરી ગયા છે અને તેથી વ્યર્થ મુદ્દાઓ ઉભા કરે છે. હું તમને કહી દઉં કે, હું સંસદમાં બૂમો પાડવા, ગાળો આપવા કે માઈક્રોફોન તોડવા ગયો નથી. હું ત્યાં જાહેર મુદ્દાઓ ઉઠાવવા ગયો હતો. મેં કયા મુદ્દાઓ ઉઠાવ્યા નથી? GSTથી પાણી સુધી, પંજાબના પાણીથી દિલ્હીની હવા સુધી, બેરોજગારીથી મોંઘવારી સુધી. મારો ટ્રેક રેકોર્ડ તપાસો. હું સંસદમાં પ્રભાવ પાડવા ગયો છું. જે લોકો મારા પર આરોપ લગાવી રહ્યા છે, તેમને હું કહેવા માગુ છું કે દરેક જૂઠાણું ખુલ્લું પડશે. દરેક પ્રશ્નનો જવાબ મળશે. હું ઘાયલ છું અને તેથી ઘાતક છું. ’




